મંત્રીશ્રી નું નિવેદન.

વડોદરા રોહિત સમાજ માં હું સન.૨૦૧૪ થી હું મંત્રી તરીકે સેવા બજાવું છુ. સંસ્થા ના વિવિધ કાર્યક્રમો ના આયોજન થકી સમાજ ના યુવક યુવતીઓ વધુ માં વધુ શિક્ષણ તરફ આકર્ષાય અને શિક્ષણ નું સ્તર ઊંચું આવે તથા સમાજ ના શિક્ષિત યુવક યુવતીઓ ને પોતાની પસંદગી નું પાત્ર લગ્ન માટે મળી રહે તે માટે અમે પરિચય મેળા તથા પરિચય પુસ્તિકા નું કરતાં આવ્યા છે. તથા સમાજ માં લગ્નપ્રસંગો માં જે ખોટી રીતે નાણાં વેડફાય છે તે ના વેડફાય અને તે નાણાં નો ઉપયોગ તેમના શિક્ષણ તેમજ અન્ય વિકાસ ના ઉપયોગ માં આવે તે હેતુ થી અમે સમૂહલગ્ન નું આયોજન કરતાં રહેલ છે. જેનો સમાજે ખૂબ સરસ પ્રતિસાદ મળતો રહે છે.

સમાજ માં શિક્ષણ નો વ્યાપ વધે અને સમાજ નું યુવા પેઢી શિક્ષણ તરફ વધુ ને વધુ આકર્ષાય તે હેતુ થી અને વિધ્યાર્થીગણ ને પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે તેજસ્વી વિધ્યાર્થીઓ નો સન્માન સમારોહ યોજી ભગીરથ કાર્ય કરતાં આવીએ છે. તેમજ સમાજ ના અન્યો કર્યો પણ કરવા માં આવે છે જેમ કે “સ્નેહ સમેલન”, “પરિચય મેળા”, “સમૂહ લગ્ન”, “બ્લડ ડોનેટ કૈંપ” અને જાતિય સતામણી ના સંજોગ માં કાયદાકીય મદદ અને ન્યાય મડે ત્યાં સુધી ની લડત માં સાથ આપી ન્યાય અપાવા નો પ્રયત્ન કરીએ છે.

સમાજ ના બાળકો ને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે “તેજસ્વી તારલા નું સન્માન” જેમાં ભણવા માટેની જરૂરિયાત ભેટ આપી બાળકો ને પ્રોત્સાહિત કરવા માં આવે છે.ટૂક માં સમાજ નો મુખ્ય ઉદ્દેશ સમાજ ની દરેક વ્યક્તિ ને અંધવિશ્વાસ , રૂઢિવાદી રિવાજો થી બહાર કાઢી શિક્ષિત અને વિશ્વ ની બરાબરી માં લાવવું.

વડોદરા રોહિત સમાજ દ્વારા હાલ માં સમાજ ના ભવન ના નિર્માણ માટે જમીન ખરીદવા માં ચક્રો ગતિમાન કરેલા છે, જેથી સમાજ ના લોકો નું “ભવન” અંગે નું સ્વપ્ન સાકાર થઈ શકે.સમાજ ના સામૂહિક પ્રયત્ન થી આ સુવર્ણ સવ્પ્ન બહુ જલ્દી પૂર્ણ કરીસું.secre આ સંસ્થા સમાજ ના વ્યક્તિઓ ને આક્સ્મીક અકસ્માત કે અવશાન સમયે આર્થિક પરિસ્થિતી સારી ના હોય તેવા સંજોગ માં સંસ્થા દ્વારા સહાય પૂરી પાડી ને જરૂરિયાતમંદ પરિવાર ને મદદરૂપ થવાનો પ્રયત્ન કરેલ છે.

સંસ્થા દ્વારા “Business Portal” શરૂ કરવા આવેલ છે જેમાં સમાજ ના વિવિધ વ્યવસાય તથા ઉધ્યોગ સાથે સંકળાયેલ વ્યક્તિઓ ને સમાજ નું વિશાળ પલટેફોર્મ મળી રહે અને સમાજ ના વ્યક્તિ ઓ ને લાભ થાય તેવો પ્રયાશ કરેલ છે.તેમજ યુવા વર્ગ ને મનપસંદ જીવનસાથી મળી રહે એ હેતુ થી સમાજ નું “Matrimonial Portal” શરૂ કરવા માં આવેલ છે.તેમજ સમાજ ના કાર્યરત ડોકટોર્સ નું પણ રજિસ્ટ્રેશન કરવા માં આવસે જેથી સમાજ માં જરૂરિયાત વ્યક્તિ ડોક્ટર સુધી ડાઇરેક્ટ કૉન્ટૅક્ટ કરી સક્સે.

તાજેતર માં દેશ માં થયેલા કોરોના મહામારી ના સમય માં સંસ્થા દ્વારા આશરે ૭ લાખ નું દાન એકત્ર કરી સમાજ ના જરૂરિયાતમંદ ને અનાજ ની કીટ વિતરણ કરી સમાજ ની એકતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે. સમાજ ના લોકો વધુ માં વધુ આ સંસ્થા સાથે જોડાય જેથી સમાજ માં અખૂટ એકતા નો વધારો થાય એવો અમારો પ્રયત્ન છે. સંસ્થા માં વધુમાં વધુ આજીવન સભ્યો જોડાય ને સમાજ ની સંસ્થા માં સધ્ધરતા માં વધારો કરસો એવી આશા.

લી.
મુકેશભાઈ કે.મકવાણા
મંત્રી, વડોદરા રોહિત સમાજ તથા ક્રેડીટ સોસાયટી.